નિશબ્દ વર્ષા છે, ગુમનામ
રાતો છે.
વેહતી અશ્રુ ની ધારા માં,
દુખ ની વાતો છે.
જીવન કદી અહી થંભે છે કદીક.
કદીક રસ્તા અહી સુમસાન થઇ
જાય છે.
સ્પર્શે છે ઠંડી લેહેરખી
રુવતી ને અહી
તો કદીક સમય સર્દ થઇ જાય
છે.
વરસાદ ના ટીપા ભીંજવે છે મન
ને
અને હ્રિદય ના ખૂણા ને
પલાળે છે પાણી
જે યાદ આવે છે સદેવ મુજને
તેજ પાપણો ભીની કરી જાય છે.
જયારે હું ચાલુ છું આ વરસાદ
માં.
તો મારા બદ્ધાજ દુખ અશ્રુ
ધોવાઇ જાય છે.
લી – દિપેન ઉપાધ્યાય
તા – ૨૦-૦૪-૨૦૧૪
સ – ૧૦:૩૭ રાત્રે
No comments:
Post a Comment